લવ બાઇટ્સ - પ્રકરણ-8

(110)
  • 8.4k
  • 7
  • 4.8k

લવ બાઇટ્સપ્રકરણ-8 વામનભાઇ સવારે વહેલાંજ ઉઠી ગયાં. પૂજાપાઠ પરવારીને તરતજ તરુણીબહેનને કહ્યું હું અઘોરનાથને મળીને આવુ છું. આજે બધુજ પાકું પૂછી આ સંકટનું નિવારણ કાઢીનેજ આવીશ. તરુણીબહેને કહ્યું પણ તમે ચા-શીરામણ કરીને નીકળો... વામનભાઇએ કહ્યું "ના મારે જળ પણ ગળે નથી ઉતારવું. આવીને કરીશ બધુ અત્યારે મને જવાદે અઘોરનાથ પૂજા કે ધ્યાનમાં બેસી જાય પહેલાંજ પહોંચી જઊ. તરુણીબહેને કહ્યું એક મીનીટ ઉભા રહો તેઓ ઝડપથી રસોઇઘરમાં જઇ ગોળની કાંકરી લઇને આવ્યાં અને કહ્યું આ મોઢામાં મૂકો તમે ભલે શીરામણ ના કરો નામ લીધુ છે એટલે આ લો નહીંતર કંઇ થયું.. તો વહેમ આવશે. કમને વામનભાઇએ ગોળની કાંકરી મોઢાંમાં મૂકીને નીકળી