સ્મિત લક્ષ્મીનું “મનુભાઈ સારો માણસ ધ્યાનમાં હોય તો કહેજો માણસની જરૂર છે મારે …”અજયભાઈ એ ફોન કરી કહ્યું. “મનુભાઈ એક વાત પૂછું ? આ તમારે ત્યાં વર્ષોથી આ જ સ્ટાફ કેવી રીતે ટક્યો છે ? અમારે તો જોવોને બે-ચાર વર્ષ થાય ને માણસ છૂટો જ થઈ જાય ; સાલું ગંમે તેટલા સાચવો તોય માણસો ને કદર જ નથી ને …”અજયભાઈ એ પોતાની હૈયાવરાળ ઠાલવી .