પ્રકરણ: ૧૩ એક ખુલ્લો પત્ર ઈશ્વરને પ્રતિ, શ્રી ઈશ્વરજી મુ.પો. બ્રહ્માંડ હેં ઈશ્વર! તને કયા નામે સંબોધું? એ સૂઝતું નથી. આજકાલ અમારે ત્યાં ‘હાય’ ‘હેલો’ જેવાં સંબંધો ચલણમાં છે. જે મને તારાં માટે રૂચતાં નથી. તું મારો ચિત્ત-પરિચિત છે. તારો અને મારો આત્માનો નાતો. જે જન્મોજન્મથી કોઈક અદશ્ય તંતુથી જોડાયેલ છે અને ઘણાં જન્મોજન્મ સુધી જોડાયેલ રહેશે. એટલે આપણો સંબંધ આત્મીય છે. તો પછી... આત્મિક ઈશ્વર! મારાં અંતરનાં નાથ એવાં તને મારા અંતઃકરણપૂર્વક વ્હાલ અને નમસ્કાર. જો, તને પત્ર લખવા બેઠી તો આંગળીઓનાં ટેરવા ગુલાબી થઈ રહ્યા છે. મન ઉપવન થઈ ઝૂમી રહ્યું છે. રગેરગમાં લોહી ઝરણાં થઈ ઉછળકૂદ કરી