વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચંદ્રનગર ગામની વાત છે. વડોદરા જિલ્લામાં માત્ર ૨૦૦ માણસની વસ્તી ધરાવતા ચંદ્રનગર ગામમાં મહિજીભાઇ કરીને એક વ્યક્તિ રહેતા હતા. તેમની તબિયત લથડતા તેઓ સારવાર અર્થે વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. અહીં સુધી વાત સામાન્ય હતી પરંતુ તેમની દિકરીએ તેમના નશ્વર દેહને તેમના ગામ ચંદ્રનગર લઇ જવા જે મથામણ કરી તે વાત ખરેખર જીવનમાં દિકરીનું મહત્વ સમજાવી જાય છે. સાવલી તાલુકાના ચંદ્રનગરના વતની મહિજીભાઇનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. દિકરી નાની હતી ત્યારે જ માતાનું અવસાન થયું હતું. મહિજીભાઇ ખેતમજૂર તરીકે જીવન નિર્વાહ કરી રહ્યા હતા. દરમિયાન એક