-: અપર-મા = ૪ વાતોમાં ને વાતોમાં કડીનો ‘‘અક્ષર પાર્ટી પ્લોટ’’ આવી ગયો ખબર પણ ના રહી આટલી લાંબી મંઝીલ કપાઇ ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. મંત્રીની દીકરીના લગ્નનું રીસેપ્શન હતું એટલે બહાર તો કારની લાંબી લાંબી લાઇનો હતી અને પ્લોટને પણ ચારે બાજુથી રોશનીથી શણગારેલ હતો. અમારી બંને કાર માટે મંત્રી દ્ધવારા વીઆઇપી પાસ પાર્કીંગ માટે આપેલ હતો. એટલે તે પાર્કીગમાં બંને કાર પાર્ક કરી અને રીસેપ્શન હોલ તરફ કારમાંથી ઉતરીને આગળ વધી રહેલ હતાં. ત્યાંજ અમારી પાછળ મારી કારનો ડ્રાઇવર અમારી પાછળ આવી રહેલ હતો. તેને હું કંઇ કહું તે પહેલાં પાયલબા તેને જોઇ ગઇ અને હું કંઇ સુચના આપું તે પહેલાં