જંગલી કુતરાંઓ આ રીતે તેની ફરતે પ્રદક્ષિણા કરતા જોઈને રાધિકા ને થોડો ડર લાગ્યો. એક સાથે આટલા બધા જંગલી કૂતરાઓ નો સામનો કરવો તેના માટે મુશ્કેલ હતો. બચવાનો એક જ રસ્તો હતો. મરેલ ચિતા ને કૂતરાને હવાલે કરવાનો, પણ આટલી જહેમત થી મળેલો શિકાર કોઈ કાળે રાધિકા છોડવા માંગતી ન હતી. રાધિકા એ સૂર્ય નારાયણ પર દૃષ્ટિ કરતી પ્રાથના કરી. હે સૂર્ય નારાયણ મારી પર કૃપા દૃષ્ટિ કરો.. ત્યાં તો સામે થી કોઈ માણસો આવી રહ્યા હોય તેવો પગરવ નો અવાજ સંભળાવવા લાગ્યો. આ પગરવ ના અવાજ થી રાધિકા કઈ સમજી શકી નહિ પણ જંગલી કૂતરાઓ ભોકાવાનું બંધ કરી ને તેઓ