સમર્પણ - 36

(54)
  • 3.6k
  • 3
  • 1.8k

આગળના ભાગમાં આપણે જોયું કે સવારે જ નિખિલ કોઈ આઈડિયા વિચારી લે છે. ઓફિસના કામનું બહાનું કાઢી નિખિલ તેના પપ્પાને લઈને 15 દિવસ બહાર જવાનું પ્લાનિંગ કરે છે. રાત્રે જ નિખિલ અને તેના પપ્પા દોઢસો કિલોમીટર દૂર એક રિસોર્ટમાં જવા નીકળે છે. સતત બે દિવસ સુધી નિખિલ દરેક વાતે તેના પપ્પાને તેની મમ્મીની ખોટ વર્તાય એવું કરે છે. તેના પપ્પા પણ સમજી જાય છે કે જીવનમાં પોતાનું માણસ ના હોય તો કેટલી તકલીફ થાય, પરંતુ નિખિલને હજુ સફળતા નથી મળી હોતી. ત્રીજા દિવસની સાંજે સ્વિમિંગ એરિયામાં બે બિયરનો ઓર્ડર કરી ગભરાતાં-ગભરાતાં પોતાની વાત રજૂ કરે છે, દિશા અને રુચિ વચ્ચે