લાલની રાણીનું આધારકાર્ડ - 17

(37)
  • 4.2k
  • 5
  • 1.8k

પ્રકરણ-સત્તરમું/૧૭અને જયારે સવારે...... રાઘવ, રણજીત, ભાનુપ્રતાપ, વિઠ્ઠલ, ભૂપત અને વનરાજ સૌ એ ન્યુઝ પેપર હાથમાં લઈને જોયું તો.... એકબીજાને ભેટતાં, મીઠાઈ ખવડાવતા, ગળે મળતાં, હાર પહેરાંવતા અને લાલસિંગ અને તરુણાના ફોટોગ્રાફ્સ જોઇને સૌના પગ તળેથી જમીન સરકી ગઈ.ત્રણ ત્રણ પેઢીઓથી જે લોકો પોતાની જાતને રાજકારણના ખેરખાં સમજતાં હતા એ સૌની ધારણા ઘડીના છટ્ઠા ભાગમાં ધાણીની જેમ ફૂટી જશે એવું સચોટ અનુમાન તરુણાને છેલ્લાં એક વીક પહેલાં થી હતું જ. અને એ પછીની સૌના આઘાત, પ્રત્યાઘાત, પ્રતિસાદ, કે પ્રતિકારનો કઈ રીતે સંતોષકારક પ્રત્યુતર આપવો તેની પૂર્વ માનસિક તૈયારીનો અભ્યાસ પણ તરુણાએ કરી જ લીધો હતો. તરુણાને હતું કે આવતીકાલનો સૂર્યોદય