વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૨૧

(29)
  • 5.5k
  • 4
  • 2.2k

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં; ભુરું છે નભ; સ્વચ્છ સ્વચ્છ, દીસતી નથી એકે વાદળી. ( કલાપી- ગ્રામમાતા ) ઈશ્વર છે કે નહીં ! એ તો હજુ પણ વણઉકેલાયેલો જ પ્રશ્ન છે પણ કોઈ તો એવી દૈવીશક્તિ છે જે આ સૃષ્ટિને રોજ નવા કપડાં પહેરાવીને ઊભી કરે છે. ડૂબેલા સૂર્ય સાથે ડૂબેલો આત્મવિશ્વાસ સવાર થતા આમ જ થોડો તાજો થઈ જતો હશે ? આવી જ એક સવાર સેજકપરમાં થઈ હતી. સુવર્ણમયી લાલ ગુલાબી કેસરી રંગોથી હેમંતની પૂર્વ દિશા સુશોભિત બની હતી. ધુમ્મસની વચ્ચેથી આવતા સોનેરી સૂરજના કિરણો જાણે સાત ઘોડલાના રથ પર સવાર થઈને ધરતીની શોભા વધારી