છેતરાયેલી લાગણી

(27)
  • 4k
  • 1
  • 1.2k

આજે ફરી વિભાનો તેજાબી આર્ટિકલ વાંચીને આકાશ અંદરથી સળગી ગયો. ‘કેટલી આગ છે વિભાનાં શબ્દોમાં ;શા માટે આટલું આકરૂં લખતી હશે ?’ વિચારતો આકાશ છાપું મૂકીને મોર્નિંગ વોક કરવા બહાર નીકળી ગયો. મોર્નિંગ વોક તો બહાનું હતું સત્ય તો એ હતું કે તે વિભાનાં વિચારોથી બહાર નીકળવા માંગતો હતો.પરંતુ આજે વિભા તેના માનસપટ પર છવાઈ ગઈ હતી ; ચાલતા ચાલતા તે સમયને પેલે પાર લગભગ છવ્વીસ વર્ષ પહેલા પહોંચી ગયો. જ્યારે આકાશ અને વિભા બંને યુવાન હતા. બંને એકબીજાના પડોશી હોવાના નાતે વારંવાર એકબીજાથી ટકરાતા .