"કવિરાજ તારે વિરરસની વાત સાંભળવી છેને તો હાલ તને કહું" ઝાંપો બોલ્યો. "આ વાત અંગ્રેજ શાસન વખતની છે. જ્યારે બધા રજવાડા અંગ્રેજ હુકુમત દ્વારા ખવાય ગયા'તા, અંગ્રેજો બધા ગામમાંથી મનફાવે તેમ કર વસુલતા" શરદ વચ્ચે બોલ્યો "હા, મેં પણ વાંચ્યું છે અંગ્રેજોની પક્ષપાતી કરનીતિ વિષે." ઝાંપો બોલ્યો "તે ખાલી વાંચ્યું છે કવિરાજ મેં તો જોયેલું છે કેવી રીતે એ લોકો ઝુલ્મ ગુજારતા લોકો પર. કવિરાજ આ વાત છે દુકાળના સમયની,કાળમો દુકાળ હો કવિરાજ! ગામ અડધું ખાલી થઈ ગયું હતું ત્યારે બાકી રહેલા મુઠ્ઠીભર લોકો જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવતા એવામાં અંગ્રેજો પોતાનો કર વસુલવા આવતા. એવા જ એક સમયે ગામના