લાલની રાણીનું આધારકાર્ડ - 16

(34)
  • 4.1k
  • 6
  • 1.8k

પ્રકરણ-સોળમું/૧૬‘તમે.. વિઠ્ઠલની શોકસભાના ભાષણની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું... મારી રિવોલ્વર સર્વિસ કરી લઉં...’ ઊભા થતાં ભૂપત બોલ્યો.લાલસિંગની માનસિક મનોસ્થિતિને મહદ્દઅંશે ભયમુક્ત સપાટી પર લાવીને ભૂપત લાલસિંગના બંગલેથી નીકળતાં બોલ્યો,‘વિઠ્ઠલની વિદાયનો સૌથી વધુ વિષાદ તમને છે એવી અફલાતુન અદાકારીનું રીહર્સલ કરવાં માંડો. જેટલાં વધુ અને અસ્સલ લાગતાં મગરના આંસું પાડશો એટલાં એ.વી.એમ.માં વોટ વધુ પડશે. આવતીકાલ મધ્યરાત્રીએ તમારો સૂર્યોદય થશે.’તરુણાની સૂચના મુજબ જે હદ સુધી લાલસિંગની ફાડવાની હતી એ હદ સુધી ભૂપતે લાલસિંગે માત્ર માખણ ચોપડ્યું નહતું પણ રીતસર માખણમાં મઢી દીધો હતો.હવે ગણતરીના કલાકોમાં આ સમગ્ર ઘટના એક અણધાર્યા ધડાકા સાથેના અંત તરફ જઈ રહી હતી. એ પહેલાં તરુણા