" અફસોસ....!! "મંથન આજે ખૂબ ઉદાસ હતો અને નૈસર્ગી, નૈસર્ગી તો તેનાથી પણ વધારે ઉદાસ હતી અને પલેપલ તે મંથનને યાદ કરીને રડી રહી હતી.તેને જે સફળતા મળી હતી તેની હકદાર તે એકલી ન હતી મંથન પણ હતો માટેે તે સફળતાની એકલતા બરદાસ્ત કરી રહી ન હતી...!! નૈસર્ગીને આજે ઈન્ડિયા લેવલે ફર્સ્ટ રનરનો એવોર્ડ મળ્યો હતો. તેને પોતાની આ ખુશી મંથન સાથે શેર કરવી હતી. પણ મંથન તેની સાથે ન હતો. બીજા બધાજ ફ્રેન્ડસ, બધાજ સગાવ્હાલા બધા નૈસર્ગીની સાથે તેની કામયાબી અને ખુશીમાં સામેલ થવા માટે હાજર હતા પણ જેને તે પોતાના જીવ કરતાં પણ વધારે ચાહતી હતી, જેણે તેને