થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - 1

(13)
  • 4.9k
  • 1.6k

#થોડીરમૂજ ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા આ વાર્તા નું શીર્ષક વાંચીને તમને ચોક્કસ એક પ્રખ્યાત ટી.વી. સીરીયલની યાદ આવી હશે. પરંતુ આ માત્ર સંજોગ જ છે જેનાથી આગળની વાર્તાને નહાવા-નીચોવાનો પણ સબંધ નથી. એટલે ધરાર આવું નહીં માની લેતા કે હું એક ને એક પાત્રને 10 વખત પરણાવીશ કે મરી ગયા પછી પણ કોઈને મારી-મચોડીને પણ જીવતા કરીશ. ના, મારો આવો કોઈ જ ઈરાદો નથી. હા, કદાચ એક ને એક ડાયલોગ બે ત્રણ વાર લખી કાઢીશ કે જેથી સીરીયસ સીન માં જરાક ફ્લેશબેકની જેવી અસર લાગે... તો હવે હું તમારી તુલસી તમને આગળની વાર્તા વાંચવા શાંતિનિકેતન માં ઢસડી રહ્યો