નારી શક્તિ - 4 ( ઋષિ ઘોષા- બ્રહ્મવાદિની ઘોષા )

  • 7k
  • 1
  • 2.8k

( હલ્લો, વાંચકમિત્રો, નમસ્કાર, નારી શક્તિ- પ્રકરણ-4, માં હું વેદકાલીન મહાન નારી, મહાન કવયિત્રી ઘોષાનું જીવન-દર્શન રજૂ કરવા માગું છું, આશા છે કે આપને પસંદ આવશે, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.............) નારી શક્તિ- પ્રકરણ-4 ( ઋષિ ઘોષા-બ્રહ્મવાદિની ઘોષા... ) પ્રસ્તાવના:- ( સ્ત્રી-ઋષિ) ઘોષા એક વિદ્વાન યા વિદ્વતી પ્રતિભા ધરાવતી સ્ત્રી ઋષિ છે. મહાન કવયિત્રી છે. એક બ્રહ્મવાદિની છે. તપ, પ્રતિભા, મેધા, અને આંતરદ્રષ્ટિ ધરાવનાર , આ દિવ્ય ગુણો શરીરનાં નહીં, પરંતુ આત્માના છે. આ દિવ્ય ગુણો સ્ત્રી અને પુરુષનો ભેદ નથી કરતાં. ભેદ સામાજિક વ્યવસ્થાઓમાં, પરિવેશ અને નિયમોમાં હોય છે. આ જ કારણથી મંત્રદ્રષ્ટા પુરુષોની જેમજ સ્ત્રી ઋષિઓ