આજે કમલાબા ઘણાં ખુશ નજરે પડતા હતાં. આટલાં ખુશ એમને ક્યારેય જોયાં નહોતા. આમ તો, એમનો ચહેરો રોજ જ હસતો જ હોય પણ આજે એમના ચહેરા પર ગજબનું તેજ હતું. રોજના કરતાં અલગ આનંદ એમના ચહેરા પર આજે નજરે પડતો હતો. ઘર બહારનો બધો સામાન એ ઘરમાં મૂકી રહ્યા હતાં. એ જોઈને પાડોશની બે સ્ત્રી ત્યાં આવી પહોંચી. "આજે તો તમે અલગ જ મૂડમાં છો…! આજે કંઈ જાવ છો કે શું?" એમાની એક સ્ત્રી બોલી. "હા! આજે વિનય આવે છે. ગઈકાલે રાત્રે જ એના ભાઈબંધના પર ફોન આવેલો મને લેવા આવે છે. તો હું હવે