ડરામણી ઘટના

(34)
  • 3.6k
  • 1
  • 1.2k

હું કલકતાથી દસ વર્ષ પછી આવી પિયરમાં... આવી ત્યાં તો બધું જ બદલાયેલું. જાણે નાનું બાળક પા પા પગલી ભરતા ભરતા કિશોરાવસ્થામાં પહોંચ્યું હોય એવી મારા નગરની દશા સરસ આકારીત થઈ રહી હતી. બે દિવસ સંપુર્ણ આરામ કર્યા પછી હું મારા ભાભી સાથે અમારી જૂની પોળના છેવાડે આવેલે માતાજીના પ્રાચીન મંદિરે દર્શન કરવા ગઈ. ભાભીને કહ્યું , "આજ ચાલતા જ મજા લેવી છે યાદોની." ભાભીને મેં હરેક જગ્યાની ઓળખાણ મારા બાળપણ સાથે જોડાયેલ ઘટનાઓ સાથે કરાવી. એ આખો વિસ્તાર જીવનની તમામ જરૂરિયાતોની વસ્તુ મળી રહે એવું મોટું બજાર બની ગયું હતું. અંદરની બાજુ જૂનવાણી અવસ્થામાં હતી. રોડ પરની