હું જ મારો શાંતિદૂત..

  • 4.2k
  • 1k

શહેરના મધ્યમાં એક ચોકમાં એક વૃદ્ધ વ્યક્તિ સુમસામ સડકને જોઈ રહ્યો હતો.અને વિચારોમાં ખોવાય ગયો...એક સમય હતો આ શેરી અને રસ્તાઓ ધમધમતા હતા એ જ રસ્તાઓ આજે ધૂળની ડમરીઓ ઉડાડી રહ્યા હતા..... શું થયુ હશે આ શહેરને ...???? કેમ ભેંકાર લાગી રહ્યું છે...???કોની નજર લાગી ગઈ આ શહેરને??? કે પછી કુદરતનો કાળો કેર વર્તયો છે અહીં....અરે એ શહેર છે જે એક દિવસ આખા પંથક માટે એક સમતા સમાનતા અને બંધુતા નું ઉદાહરણ હતું. દરેક લોકો હળીમળીને રહેતા હતા.દરેક કોમના લોકો સાથે મળીને પોતપોતાના તહેવારો અને ઉત્સવો ઊજવાતા હતા.તો એવું તો શું બન્યું કે આજે અહીં કોઈ જ નથી?