પ્રતિશોધ તૃતીય અંક: - 20

(209)
  • 6.3k
  • 6
  • 3.2k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-20 માધવપુર કિલ્લો, રાજસ્થાન રાત એના ચરમ પર આવી પહોંચી હતો. એક વખતના સમૃદ્ધ નગરની ઝાંખી કરાવતો માધવપુર કિલ્લો મૌન બની આવનારી ઘટનાની સાક્ષી બનવા જઈ રહ્યો હતો. બસો વર્ષ પહેલા આવી જ એક અંધારી રાતે કાલરાત્રીનો સામનો ભાનુનાથ સાથે થયો હતો. આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે કાલરાત્રીનો અંત કરવાનું જે ભગીરથ કાર્ય ભાનુનાથે કર્યું હતું એ ખરેખર અવિશ્વસનીય હતું. શૈતાનોના રાજા તરીકે જેની ગણતરી થતી હતી એવા કાલરાત્રીનો અંત એક મનુષ્યના હાથે થયો એ તાજ્જુબી ભરી વાત હતી. પોતાના વર્ષોના તપ, ધ્યાન અને શ્રદ્ધાના લીધે ભાનુનાથ એ સમયે અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ અડગ મન સાથે માથે કફન