પ્રકરણ-૮ સૂરજની પહેલી કિરણે બારીમાંથી ડોકીયું કર્યું.. રોજ વહેલી ઉઠી જતી વૈદેહીની આંખ આજે ખુલતી નથી. બે દિવસનો થાક ભેગો થયો છે. ભલે સૂઈ રહેતી.. નીલા બહેન પણ તેને ઉઠાડ્યા વગર પૂજામાં પરોવાયા. ટ્રીન ટ્રીન.. ઉપરા ઉપર બેલ વાગી,વૈદેહીની આંખ ખુલી ગઈ. સવાર સવારમાં આટલી બેલ. ? દરવાજો ખોલી જોયું તો સીતાબાઈ.. "કેમ આજે આટલી વહેલી?" "ભાભી, હમ ગાંવ જા રીએ. હમરા પગાર દેદો. ".. "કેમ અત્યારે ગાંવ. ?" "હમ સભી જા રીએ.. ટ્રેન તો સબ બંધ કરી... હમારા આદમીને ગાડી કીયા સ્પેસલ.. યહાં તો ભોત કોરોના હે. બસ પગાર દેદો.. " "વાપસ કબ આએગી.. ?" પેલીએ આકાશ તરફ આંગળી