બારી દરવાજા વગરનું મકાન હોઈ શકે નહિ... એવી કોઈજ ગુફા નથી જેનું દ્વાર ના હોય.. એમ દરેક સમસ્યામાંથી બહાર નીકળવા માટે મારા વ્હાલા પ્રભુએ "બારી" આપેલી જ હોય છે, આ..બારી શોધીને બહાર નીકળી જવાનું કામ આપણે કરવાનુ છે,કોઈ પણ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય જ છે ફકત વિકલ્પ શોધી લેવાનું કામ આપણે કરવાનું છે, ઘનઘોર જંગલ માં ફસાઈ ગયા હોઈએ ત્યારે પ્રકાશ નું એક કિરણ તમને રસ્તો બતાવી શકે છે,એક નાનો દીવો પણ માર્ગદર્શક બની શકે છે, એવી કોઈ જ સમસ્યા નથી જેનો વિકલ્પ ના હોય, કોઇ પણ ગૂંચ...પેચીદો પ્રશ્ન...સમસ્યા...ઝઘડો...અપરાધ...નો ઉકેલ સમાધાન જ