વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૯

(29)
  • 5.4k
  • 3
  • 2.1k

એ સુલતાનપુરની સવાર એક નવા જ સોનેરી કિરણોથી ખીલતી હતી. વિચાર એક માણસના જ બદલાયા હતા પણ જાણે આખું ગામ બદલાયું હોય એવું લાગતું હતું. જેમ સાપ પોતાની કાંચળી ઉતારી દે પછી એનું શરીર ચમકી ઉઠે છે એવી જ રીતે બધા જુના વિચારોની કાંચળી ઉતારી કરણુભાની કાયા પણ ચમકી રહી હતી. સાચું-ખોટું ના જોનાર અંધ આંખોમાં આજે નવું જ તેજ ઝળહળતું હતું. હંમેશા સીસું ભરેલ કાન આજે કીડીઓનો અવાજ પણ સાંભળી રહ્યા હતા. ડેલીની બહાર નીકળેલો એ માણસ વર્ષો જૂની તપસ્યા છોડીને આવેલા તપસ્વી જેવો લાગતો હતો. એના પગ થોડા ડગમગતા હતા કારણ કે એ આજે