વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૮

(24)
  • 4.5k
  • 5
  • 1.9k

થોડા સમયમાં જ દસ વર્ષ પહેલાના બધા બનાવો ઊડી ઊડીને આંખ આગળ દ્રશ્યમાન થઈને અદ્રશ્ય થઈ ગયા હતા. આખું કાળચક્ર ફરીને પાછું વર્તમાન સ્થિતિમાં આવી ગયું હતું. ડૂંઘાની નળી મોંઢામાં રાખતા એ ધ્રૂજતા હોઠ અને થોડી ભીની થયેલી આંખો એક સાચા માણસનો પરચો આપતી હતી. આમ તો કરણુભાના હ્ર્દયનો પલટો સમ્રાટ અશોકની જેમ ઝમકુના બનાવ પછી આવી ગયો હતો પણ પોતાના અહંકારના કારણે એ વિચારો બહારના આવી શક્યા. ઝમકુના મોત પછી એ પોતાની જાતને બહુ નીચ સમજવા લાગ્યા હતા. એ માણસના હૃદયના નાનકડા ખૂણામાં ક્યાંક કોઈ સારા વિચાર સળવળતા હતા. એમને ગરીબ-ગુરબાની જમીન હડફવાનું બંધ કરી