વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૭

(26)
  • 4.3k
  • 4
  • 1.9k

ગામલોકોની વાતો સાંભળીને તો હમીરભા અને ભીખુભાની આંખોના ખૂણા લાલ થવા લાગ્યા. અનેક વિચારો મગજ સાથે અથડાવવા લાગ્યા. કોઈ માણસ આટલો નિર્દય અને બુદ્ધિહીન કેવી રીતે હોઈ શકે ? આ વિચારે શરીરના નવ્વાણું હજાર રૂંવાડા બેઠા કરી દીધા. શ્વાસો ઝડપ અચાનક જ વધી ગઈ. બેયના નેત્રોમાંથી તો ઝાળો વછૂટવા લાગી. કોઈ પાડોશીના ઘેરથી પાણી લાવીને શામજીભાઈને પાયું. પહેલાના સમયમાં પિયરીયાવાળા દીકરીના ઘરનું પાણી પણ નો'તા પીતા. પણ હમીરભા અને ભીખુભાના લાલચોળ બનેલા ચહેરા જોઈને કોઈ પાણીનું એમને પૂછી શકતું નહિ. રાતના નવેક વાગ્યા હશે. એ કાળી રાતમાં જાણે કોઈનો કાળ ભમતો હોય એવું લાગી રહ્યું હતું.