નવી શરૂઆત

(17)
  • 2.6k
  • 1
  • 896

********** આજે ફરી વાત કરીએ બાબુલાલ અને રમીલાની બાબુલાલ ઓફિસેથી છૂટીને ધીરે ધીરે ચાલતો ચાલતો ઘરે જવા નીકળે છે. એક વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી વિવાહિત છે અને ભાડાના બે બેડરૂમ કિચન વળા ફ્લેટમાં રહે છે. એજ સવારે વગર ઉત્સાહે જાગવાનું, દિનચર્યા કર્યા પછી એજ રમીલાના હાથના થેપલા અને ચા પીવાની. અને સાથે સાથે રમીલાની ટકટક સાભળ્યા કરવાની. ત્યાર બાદ રમીલાએ તૈયાર કરેલ વગર સ્વાદનું ટીફીન લઇ ને જવાનું. ઓફિસે પહોચવા માટે લાંબી લાઈન માં ઉભા રહેવાનું, ત્યાર બાદ ઓફિસે જઈ ને બોસ નો પાવર સહન કરવાનું. મોડું થવા માટે ટ્રાફિકને જિમ્મેદાર ઠરાવવાનું. ચા ઠંડી લાવવા બદલ પટાવાળા ને