પાપ કે પુણ્ય? – દિવ્યેશ ત્રિવેદી

  • 1.8k
  • 508

જન્મથી મૃત્યુ સુધીની નાજૂક દોર ઉપર માણસ યંત્રવત્ ચાલ્યા કરે છે. વચ્ચે ક્યાંક દોર ઢીલો લાગે છે તો ક્યાંક કઠણ લાગે છે. આસપાસની હવાના સૂસવાટા વાગે છે. ક્યારેક આંધી તો ક્યારેક હીમ. પરંતુ દોર ઉપરની અવિરત સફર એ જારી રાખે છે. કોઈક ગબડી પડે છે. પરંતુ દોર જ્યાં સુધી મૃત્યુની મંજિલે ન પહોંચે ત્યાં સુધી નથી એ દોરને ત્યજી શકતો કે નથી દોર એને ત્યજી શકતો! યંત્રવત્ જીવનમાં પણ કેટલીકવાર એવા પ્રસંગો બને છે જે યંત્રની ગતિને અવરોધે છે. એના ગુણધર્મની વિરુધ્ધ વર્તન કરે છે. પરંતુ એની યંત્રવત્ જિંદગીમાં એ પ્રસંગ બન્યો એક જ વાર. અને