ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-29 જુહાપુરા, અમદાવાદ સફળતા જ્યારે હાથ વેંત છેટે હોય ત્યારે ઉન્માદ, રોમાંચની સાથે એક ગજબની બેચેની પણ મનને ઘેરી વળે છે. કારણ છે કે તમે હવે આટલે સુધી આવીને સફળતાથી વંચિત રહી જવા નથી માંગતા; આમ પણ હાથમાં આવેલી બાજી પલટાઈ જવાનો અજાણ્યો ભય સતત મનને ઘેરી વળતો હોય છે. લશ્કર એ તોયબાના કમાન્ડર ઈન ચીફ અકબર પાશાના ભાઈ અને ગુવાહાટી બૉમ્બ વિસ્ફોટનાં માસ્ટર માઈન્ડ એવા અફઝલ પાશાને પકડવાની યોજના સાથે એસીપી રાજલ દેસાઈ અને કેવિન જોસેફ નામક રૉ એજન્ટ અફઝલ જ્યાં છુપાયો હતો એ સ્થળ સુધી આવી પહોંચ્યા હતાં. ગુજરાતમાં લશ્કર દ્વારા જે આતંકવાદી હુમલો થવાનો