પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, નારી-શક્તિ- પ્રકરણ-3 માં આપનું સ્વાગત છે. આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર,,,,,,ઋષિ લોપામુદ્રા ની કહાની આપને પસંદ આવશે, એવી અપેક્ષા સહ,,) નારી શક્તિ- પ્રકરણ-3 ( ઋષિ- લોપામુદ્રા ) “નારી- શક્તિ” પ્રકરણ-3 ( ‘ઋષિ લોપામુદ્રા’- જીવન-દર્શન ) “ઋષિ લોપામુદ્રા” પ્રસ્તાવના:- એમ કહેવાય છે ને કે દરેક મહાન પુરૂષનાં જીવનની પાછળ એક સ્ત્રી હોય છે. આ વાત ખરેખર સાચી છે.લોપામુદ્રા ના જીવનની કથા પણ આ જ વાતને સિદ્ધ કરે છે.વિશ્વમાં જેટલાં પણ મહાનુભાવો થયાં તેની મહાનતાની પાછળ કોઈ ને કોઈ નારીની પ્રેરણા, ત્યાગ, બલિદાન, અને સમર્પણનો ભાવ રહેલો છે.કારણકે આદિ- ચિરંતનકાલથી નારીજાતિની આશા- આકાંક્ષાઓ, સુખ,દુ:ખ વગેરેનાં