બપોરે અઢી વાગ્યા હતા. ઓફીસમાં રિસેસ તો ક્યારની પડી ગઈ હતી. એક – બે – જણા તો આવીને સહી કરીને કામે નીકળી ગયા હતા. બે-ચાર જણા બહાર ચા પીવા ગયા હતા. એક સજ્જન ખુરશી પર પગ ચડાવીને ઝોકે ચડયા હતા. એક ભાઈ ક્યારના ટેલિફોન પર તૂટી પડ્યા હતા. મારા હાથમાં એક રસપ્રદ નવલકથા હતી. ટેલિફોન પર સગાં-વહાલાંના ખબર-અંતર પૂછી રહેલા કિશનલાલે ફોનને સહેજ આરામ આપ્યો કે તરત રીંગ આવી. સામે છેડેથી પેલો માણસ કોણ જાણે કેટલીય વારથી ફોન કરતો હશે! કિશનભાઈએ જ ફોન ઉપાડીને થોડી વાત કરી. પછી મારી તરફ ફરીને બૂમ પાડી, “મહેતા, તમારો ફોન…!”