દરિયામાં માછીમારી કરતાં પરિવારમાં પ્રિયાનો જન્મ થયો હતો. તેના દાદી તેને રોજ રાત્રે પરીઓની વાર્તા સંભળાવતાં હતાં. આ બધી વાર્તાઓ દ્વારા સમજાવતાં કે હંમેશા સત્ય, ધર્મ અને સારા લોકોનો જ વિજય થાય છે અને અસત્ય, અધર્મ અને ખરાબ લોકોનો હંમેશા પરાજય થાય છે. પ્રિયા તેના દાદીને પૂછતી કે, ' દાદી, શું આ પરીઓ સાચે જ હોય છે? ' દાદી કહેતાં કે, ' હા, બેટા સાચે જ હોય છે અને એક પરી તો આપણા ઘરમાં પણ છે. દાદીની વાત સાંભળી આશ્ચર્ય પામેલી પ્રિયા પૂછતી કે એ કોણ? તો દાદી કહેતાં કે,