આગળના ભાગમાં આપણે જોયું કે સવારે ઉઠતા જ દિશાના મોબાઈલમાં એકાંતના વોઇસ મેસેજ આવે છે. દિશા સાથે પોતે કેવી રીતે જોડાયેલો રહેશે તેનું સોલ્યુશન પણ એકાંત આ વોઇસમેસેજ દ્વારા સમજાવે છે, દિશાને મળ્યા વગર કે વાત કર્યા વગર જ સાંભળી શકવાની આ અનોખી રીત એકાંતે શોધી કાઢી હતી. એકાંત દિશા પ્રત્યેના પોતાના પ્રેમને પણ અભિવ્યક્ત કરે છે અને રોજના ઓછામાં ઓછા પાંચ વોઇસમેસેજ આવશે તેમ પણ જણાવી દે છે. એકાંતના આ આઈડિયાથી દિશાને થોડી માનસિક શાંતિ મળે છે. એકાંત અને દિશા મળે નહીં એ માટે થઈને પોતે વિસામોમાં આવવાનો સમય પણ બદલી નાખે છે. સમય વીતતો જાય છે અને એકાંત