કિશોરીની વ્યથા – દિવ્યેશ ત્રિવેદી

  • 2.1k
  • 572

“અરે, કિશોરી તું? બિલકુલ ઓળખાય એવી નથી રહી! તું તો જાણે એકાએક મોટી થઈ ગઈ હોય એમ લાગે છે!” કિશોરીએ કંઈ જવાબ ન આપ્યો. એના હોઠ સળવળ્યા અને ફિક્કું સ્મિત સરકીને હોઠ સંકોચાઈ ગયા. એની આંખમાં ભીનાશ તરતી હતી. સોહામણા ચહેરા પર આંખ નીચેનાં કાળાં કુંડાળાં ઘાની જેમ ઉપસી આવતાં હતાં. હજુ બે વર્ષ પહેલાં તો એ બારમા ધોરણની પરીક્ષા આપીને અહીં મળવા આવી ત્યારે મિડી ફ્રોકમાં સાવ નાની છોકરી લાગતી હતી. અત્યારે સાડીમાં એ બહુ મોટી મોટી લાગતી હતી. હસતી, રમતી અને કૂદતી કિશોરી જાણે એકાએક પ્રૌઢા બની ગઈ હતી. એની આંખોમાંની મસ્તી અને