આપણે આગળ ના ભાગ માં જોયું કે અનિરુદ્ધ અને એના સાથીઓ પુન્ખરાજ તરફ ની યાત્રા દરમિયાન રાત્રી સમયે માર્ગ ભટકી જાય છે અને ભૂલ થી સારંગ દેશ પહોચી જાય છે,જ્યાં ત્યાં ના સૈનિકો એમને બંધક બનાવી લે છે અને મૃત્યુદંડ આપવાની વાત કરે છે ,જ્યાં ત્રિશા ની સમજદારીથી સારંગદેશ ના રાજા કીર્તિમાન સાથે અનિરુદ્ધ ની મુલાકાત થાય છે જે મહારાજ આનવવેલા ના મિત્ર હોય છે ,અનિરુદ્ધ કીર્તિમાન પાસે પુન્ખરાજ સુધી પહોચવાની સહાયતા માંગે છે ,કીર્તિમાન અનિરુદ્ધ સાથે એના બે સૈનિક મોકલે છે ,બદલા માં અવની કીર્તિમાન ને એક જાદુઈ તેલ ની શીશી આપે છે જે werewolves ની સેના ને રોકવા