આંધળી નિંદા – દિવ્યેશ ત્રિવેદી

  • 2k
  • 734

“ભલુભાઈના સમાચાર સાંભળ્યા? ગજબ કહેવાય, નહીં?” “ગજબ જ કહેવાય ને! આખી દુનિયા જાણે છે… હવે તો ટી.વી. પર સમાચાર આપવાના જ બાકી રહે છે!” “તમને નથી લાગતું વડીલ, કે ભલુભાઈએ આ ઉંમરે …” “હાસ્તો, વળી! આ ઉંમરે તો પ્રભુ ભજન કરવાનું હોય. મોટા હોદ્દાની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી માણસે પાછા આ રીતે સંસારમાં પ્રવૃત્ત થવાનું હોતું હશે?” “કેમ? એમાં શું થઈ ગયું? કોઈ પ્રલય થઈ ગયો? આપણું માનસ જ દૂષિત છે. કોઈના પણ વિષે કશું જાણ્યા વિના આપણે એની નિંદા કરવા બેસી જઈએ છીએ…” “ભલા માણસ! તમે ય ખાલી પીલી