ભગો એંગલ 

(17)
  • 5.2k
  • 1.5k

અમારો ભગો ભણવામાં બહુ જ હોંશિયાર, પાછો ઈંગ્લિશ મિડિયમ માં ભણેલો, કઈ બી કામ કરે એટલે આજુબાજુ નો બધો વિચાર તો કરે જ અને પછી જ એ કામ કરે, પાછો એન્જિનિયર , એટલે રિસ્ક પણ કેલ્ક્યુલેટેડ લે, નિરીક્ષણ શક્તિ પણ જોરદાર, પણ પાછો લોચા ય જબરા મારે, એના હાથ માં જરાય જપ નઈ એટલે વારે ઘડીએ કોઈ પણ ચીજ વસ્તુનું અદ્રશ્ય માપ લિયા કરે, તમે એની જોડે વાત કરો એટલે એનું ધ્યાન તમારી ભણી પણ હોય અને એના હાથ કોઈ પણ વસ્તુ નું માપ પણ લેતો હોય, જેમ કે સામે