બીજે દિવસે સવારે અભય અને વેદિકા કોલેજ જવા માટે નીકળે છે. ગઈકાલ રાતની ઘટનાને લીધે તેઓ વચ્ચે કોઈ વાત થતી નથી."થેંકસ" વેદિકા મૌન તોડતા બોલે છે."કેમ? કંઈ વાતનું થેંકસ?" અભય અજાણ બનતા બોલે છે."મને ખબર છે તારા ઘરમાં મને રાખવાનો વિચાર તારો જ હસે. ગઈકાલનો મારે તને આભાર માનવાનો રહી જ ગયો હતો.""એવું કંઈ નથી. મને પણ ખબર ન હતી. એટલે તારે આભાર માનવો જ હોય તો મારી મમ્મીનો આભાર માનજે.""ભલે તને ત્યારે ન ખબર હતી પણ હું જાણું છું કે તેં જ આંટીને કહ્યું હશે.""ચાલ જવા દે એ વાત. આપણે હવે ફ્રેન્ડ છીએ. તો દોસ્તીમાં નો સોરી, નો થેંક્યું.""એવું