અભય ખુબજ દુઃખી હતો. એક તો એની મમ્મીએ વેદિકા ને તેમના ઘરે રહેવા માટે બોલાવવાની ના પાડી હતી અને બીજું કે વેદિકા કહ્યા વિના જ કશે જતી રહી હતી. થોડીવાર પછી તે ઘરે જાય છે. તે જેવો ઘરમાં પ્રવેશે છે તેવો જ ચોંકી જાય છે. તે વેદિકા ને સોફા પર બેઠેલી જુએ છે. તેની પાસે તેનું બેગ પડેલું હોય છે. તેના ચહેરા પર મુઝવણના ભાવ દેખાય રહ્યા હતા. અભય તેની પાસે ગયો."અરે વેદિકા અહીંયા શું કરે છે? અને આ બેગ લઈને ક્યાં જતી હતી. તારા ગેસ્ટ હાઉસ પર ગયો તો એ લોકોને પણ કંઈ ખબર ન હતી. મને થયું અચાનક