લવ યુ ટીચર

(42)
  • 4.6k
  • 4
  • 1.5k

હું મારા હાથમાં ધુરંધર હસ્તી એવા લેખક મહોદય " ચંદ્રકાન્ત બક્ષી"ની નવલકથા પેરાલીસીસનું પુસ્તક લઈ ધ્યાનમગ્ન થઈ વાંચી રહી હતી. ત્યાં જ પપ્પાએ રૂમના બારણે આવી ટકોર કરતા કહ્યું, " બેટા..તારી કોલેજ ફ્રેન્ડ વિધી આવી છે." સામાન્ય સંજોગોમાં પુસ્તક વાંચતા મને કોઈ હેરાન કરે એ ગમતું નહિ પણ વિધિનું નામ સાંભળી હું તરત પુસ્તક બાજુમાં મૂકી ખુશ થતી દોડી. મને આમ દોડતાં જોઈ પપ્પા પણ મલકાયા."હા..!! વિધિ એટલે મારી કોલેજ સમયની મારી બેસ્ટ ઓફ બેસ્ટ ફ્રેન્ડ. ખરું કહું તો મારા જમણા હાથ સમાન હતી.!!"" વિધુડી...!!! ના કોલ,. ના મેસેજ આમ જ ગમે ત્યારે ટપકી પડવાનું તારે નહિ..??" હું એને ગળે