કંઈક તો છે! ભાગ ૧૭

(20)
  • 3.6k
  • 1
  • 1.2k

સુહાની દેવિકાને મળીને ક્લાસમાં આવે છે. સુહાનીને ખબર જ હતી કે ક્લાસમાં રાજન રાહ જ જોતો હશે. પણ આજે રાજન હતો જ નહીં. આજે ક્લાસમાં ચૈતાલી અને રોનક હતાં. સુહાની મનોમન વિચારે છે કે "આજે રાજન ક્યાં જતો રહ્યો? કેટલી ઉતાવળ કરીને આવી અને રાજનનો તો કોઈ પત્તો જ નથી."ચૈતાલી:- "સુહાની ત્યાં ઉભી ઉભી શું કરે છે? અહીં આવ."સુહાની ચૈતાલી અને રોનક પાસે ગઈ. ચૈતાલી:- "શું થયું? તું અમને જોઈ આશ્ચર્ય માં કેમ પડી ગઈ?"સુહાની:- "નહીં તો?"ચૈતાલી:- "તારા ચહેરા પરથી લાગ્યું કે તું રાજનની રાહ જોઈ રહી હતી."સુહાની:- "નહીં તો? અને હું શું કરવા રાજનની રાહ જોવાની?"એટલામાં