તુ પાછો આવીશ તો ખરા ને?

(16)
  • 3k
  • 966

તું પાછો આવીશ તો ખરા ને? દરિયાનાં વહેતા ખડખડ મોજાં, મોજાંના એ તરંગો, પવનનો ઝીણો સુરીલો અવાજ, તેમાં સુર પુરાવતાં પક્ષીઓનો કલરવ, આસપાસ ફરતા પ્રેમી પંખીડાઓનો ઉભરતો સ્નેહ, આભમાં ખીલેલી એ સંધ્યા, આવા રમણીય વાતાવરણને એક જ નજરથી જોતી ધરતી, મનમાં વિચારોનાં વંટોળ સાથે, ત્યાં બેઠી હતી, વિચારતી હતી કે, "શું મને હક છે એક ભ્રણનો જીવ લેવાનો? એક એવા બાળકને મારી નાખવાનો કે જેને હજુ તો આ દુનિયામાં પગ નથી મૂક્યો! બધા વિચારો સાથે ધરતી ખૂબ ગૂંચવણમાં આવી ગઈ હતી. ધરતી, દેખાવમાં સુંદર રૂપ ,કમળની જેમ હંમેશા હસતો ખીલતો ચહેરો, કોયલ જેવી મીઠી મધુર બોલી,રેશમી