એક પ્રસંગ

(23)
  • 3.6k
  • 3
  • 1.1k

ઘણાં સમય પહેલાંની આ વાત છે. ગુજરાતની અમુક શાળાઓમાં ગાંધીજીનાં સિધ્ધાંતોને અનુસરીને શિક્ષણ અપાતું હતું. આવી જ એક શાળામાં જાગૃતિ ભણતી હતી. આ શાળામાં મુખ્ય વિષયો સાથે અમુક બીજાં વિષયો પણ શિખાવડતાં હતાં જે જીવનમાં પ્રેક્ટિકલ રીતે કામ લાગે. આ શાળામાં છોકરીઓ માટે સિવણનો વિષય હતો ને છોકરાંઓ માટે સુથારીકામનો વિષય હતો. પાંચમા ધોરણમાં આવ્યાં પછી આ વિષયો સિલેબસમાં આવતાં હતાં.જાગૃતિ છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારનો આ પ્રસંગ છે. ઈતિહાસનાં પિરિયડ પછી સિવણનો પિરિયડ હતો. આ પિરિયડમાં સિવણ વર્ગમાં સિવણનો ડબ્બો લઈને જવાનું. ક્લાસરૂમમાં શિખાવાડવામાં આવતું નહિ. બૅલ વાગી. ઈતિહાસનાં સર ગયાં એટલે છોકરીઓ સિવણ વર્ગમાં ગઈ ને છોકરાંઓ સુથારી