લાલની રાણીનું આધારકાર્ડ - 15

(34)
  • 3.6k
  • 4
  • 1.5k

પ્રકરણ-પંદરમું/૧૫‘બોલ વનરાજ. તું કિંમત બોલ.’ ઉત્સાહમાં આવતાં લાલસિંગે પૂછ્યું. ‘હવે પહેલાં કાન ખોલીને સાંભળી લે... એક ત્રીજી વ્યકિતએ વિઠ્ઠલ અને લાલસિંગ બન્નેની સોપારી લીધી છે, અને તે પણ મફતમાં. બોલ હવે શું કહેવું છે તારું.’અપચાનાનો ઉપચાર અને દામ સાંભળ્યા પહેલાં લાલસિંગનું ધોતિયું ઢીલું થઈને ભીનું થઇ ગયું. મનોમન બોલ્યો હજુ તો માંડ મ્યાન માંથી ઉછીની તલવાર ઉગામીને કોઈને ટાળવા જાઉં ત્યાં સામે કોઈ તોપ તાકીને ઉભું રહી જાય છે. રાતોરાત આ આવી નવી પેચીદી પેદાશ કોણે પેદા કરી હશે ? તરુણાએ ઈશારો કરીને વનરાજને મોબાઈલ સ્પીકર ફોન પર રાખવા જણાવ્યું. ‘અલ્યા, વનરાજ આ ઉખાણાં જેવો પાણો કોની મા એ જણ્યો ?‘જો ભાઈ, લાલસિંગ,