પ્રતિશોધ તૃતીય અંક: - 19

(201)
  • 5.8k
  • 7
  • 3.2k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-19 માધવપુર કિલ્લો, રાજસ્થાન વલીદ અને તાંત્રિક જુમાનને લઈને ક્રિસ્ટોફર જ્યારે માધવપુર પહોંચ્યો ત્યારે સાંજના પાંચ વાગી ચૂક્યા હતા. રેહાના, યુસુફ અને જુનેદ આતુરતાપૂર્વક એમની રાહ જોઈ રહ્યા હતા. કાળા રંગના વસ્ત્રોમાં સજ્જ, માથે તિલકધારી, આધેડ વયના જુમાનને રેહાના આજે પ્રથમ વખત મળી રહી હતી. જ્યારે યુસુફ અને જુનેદ માટે તો ક્રિસ્ટોફર, વલીદ અને જુમાન ત્રણેયને મળવાનો આ પ્રથમ અવસર હતો. "ક્યાં છે સમીર?" રેહાનાની નજીક પહોંચતા જ ક્રિસ્ટોફરે સવાલ કર્યો. "ત્યાં.." સમીર, આધ્યા, જાનકી અને રાઘવને જ્યાં કેદ રખાયા હતા એ સ્થાન તરફ આંગળી કરતા રેહાના બોલી. "આ તો નસીબજોગે સમીર મને ભટકાઈ ગયો, નહિ તો