આંધળો પ્રેમહાશ!હવે થોડી રાહત થઇ. કરૂણા.. મનથી થોડી શાંત થઈ .બધા બારી બારણા બંધ કરી એસી ચાલુ કરી પલંગમાં આડી પડી.મોબાઇલ રણકયો. બંધ આંખોએ,અર્ધબીડેલી આંખો એ જોયું." મુખી".સફાળી જાગી ગઈ. રીંગ પૂરી થઈ ગઈ .પણ? તે વાત કરી ન શકી.ફરી મન અશાંત થયુ.આવતે અઠવાડિયે મારા લગ્ન છે. પપ્પા મમ્મી મારા લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા છે. ભાઈ ભાભી પણ આમંત્રણ આપવા ભાભીના પિયર ગયા છે અને હું મુખી સાથે વાત કરું?"સુજય "કેટલા સારા છે. સંસ્કારી છે .એ જાણશે કે મને મુખી સાથે પ્રેમ છે. તો?ફરી મોબાઈલ રણક્યો.સ્ક્રીન પર" મુખી" નામ ચમકવા માંડ્યું"હું નહીં આવું .મારા મમ્મી-પપ્પાને ઈજ્જત નેવે મૂકી, હું નહીં