ભરોસો

(21)
  • 4k
  • 1.1k

ચોમાસાની ૠતુની સુંદર નમણી સાંજ હતી. સવારથી જ શગુનને આજે શુભ સભાચારના અણસાર થતા હતા . અને સાંજે ઉત્સવના ફોનથી એ અણસાર હકીકતમાં ફેરવાઇ ગયો. સ્વભાવથી જ થોડી ઉતાવળી શગુન, થોડી વહેલી જ નકકી કરેલ જગ્યાએ પહોંચી ગઈ. થોડીવાર રહીને ઉત્સવનુ આગમન થયુ. વાતચીતની સાથે લાગણીની આપ લે નો દોર આગળ ચાલ્યો. પ્રથમ મુલાકાત હોવાથી શરમાળ શગુન કંઈ વધારે જ શરમાતી હતી,અને નમણી સાંજને વધારે નમણી બનાવતી હતી,શગુનની નમણાશ. સાંજ વધારે અંધકારમય થયાના અહેસાસ સાથે જ શગુને જવાની પરવાનગી માંગી. ઉત્સવ પ્રથમ આલિંગન આપવા ઉત્સુક હતો. અને બે હાથ ફેલાવી શગુનને આવકાર આપે છે, આતુર શગુન પણ એક ભરોસા