ચહેરાની આરપાર

(13)
  • 4.3k
  • 1.4k

ડાયનિંગ ટેબલ પર બેઠાં બેઠાં આવેલા પત્રોને એક પછી એક જોતો જતો હતો . ત્યાં વચ્ચે વચ્ચે સામેથી આવતો સાણસીનો અવાજ તો વળી ક્યારેક ચમચી પડવાનો અવાજ મને વિચારભગ્ન કરતો હતો . મારી નજર સામેના પ્લેટફોર્મ પર ચા બનાવતી માધવી પર પડી . આજે આટલી વહેલી કેમ તૈયાર થઈ ગઈ હશે . પત્રોની થોકડી મારા હાથમાં લઈ વિચારતો હતો . માધવીની પીઠ મારી સામે હતી , માધવી ધીરેથી કંઈક ન સમજાય તેવું ગીત ગણગણતી હતી . હું માધવીની સુંદરતાને જોતો રહ્યો . માધવી જેટલી બહારથી સુંદર હતી તેનાથી વધારે સુંદર તેનું આંતરિક