" કેમ અલી આ ગીતાળી ઘરની બહાર નથી નીકળી? કુંભ કરણ નો અવતાર લાગે છે." બરાબર ૪ ના ટકોરે સુશીલાબેન ઘરની બહાર ખાટલો ઢાળતા બોલ્યા. કૃષ્ણકુંજ સોસાયટીની પહેલી ગલીમાં આઠ ઘર હતાં. બધા ઘર વચ્ચે સગાં ભાઈ જેવો સંબંધ હતો. એક ઘરનો પ્રસંગ હોય તો બધાં ઘર હાથો હાથ એ પ્રસંગ ને પાર પાડી દેતા. કોઈ ધનિક ન હતું કે ધનિક હોવાનો ડોળ પણ ન કરતું. કોઈ માન નું ભૂખ્યું ન હતું. આવકાર , સત્કાર જેવા શબ્દો આ સોસાયટીના કોઈપણ સભ્યના મનમાં હતાં જ નહીં. સામાન્ય પણ ઉત્તમ કક્ષાનું જીવન હતું. પુરુષો આખો દિવસ કામધંધા અન્વયે બહાર જ