ત્યારે અને આજે - દિવ્યેશ ત્રિવેદી

  • 1.8k
  • 1
  • 468

દેવીદાનને સિત્તેર વર્ષ થવા આવ્યાં હતાં. ઘરનાં ઘી-દૂધ ખાઈને એમણે શરીર જાળવ્યું હતું. રોજ સવારે કલાકેક ચાલવા જતા. બાકીનો સમય પ્રભુ-ભક્તિમાં ગાળતા. સંસાર પ્રત્યે જાણે એમને વૈરાગ્ય આવી ગયો હતો. એમનો અવાજ સરસ હતો. રોજ સાંજે ભજન-મંડળી બેસતી અને દેવીદાન તરબોળ થઈને ભજનો ગાતા. ઘરમાં એમની કશી કચકચ નહોતી. ગામમાં બધા એમને આદર આપતા. મોટા ભાગના તો એમને ‘દેવી ભગત’ અથવા ‘ભગત’ કહીને જ સંબોધતા. ઘેર દસ-બાર ભેંસો હતી. દૂધનો સારો ધંધો હતો. ગામના બસ સ્ટેન્ડ પાસે એમણે કાચી દુકાન કરી હતી. ઠીક ઠીક સમય પોતે દુકાન ચલાવી હતી. એ પછી કાળ ક્રમે બસ સ્ટેન્ડની નજીક જ પાકી