કંઈક તો છે! ભાગ ૧૪

(20)
  • 4k
  • 2
  • 1.4k

થોડી ક્ષણો પછી પેલી યુવતીએ પાછળ મૂકેલો સામાન લીધો. સુહાની અને દેવિકાએ એ યુવતીનો ચહેરો જોયો તો એ ચૈતાલી હતી. દેવિકા અને સુહાનીને શંકા તો હતી જ કે ચૈતાલીમાં કંઈક નકારાત્મક શક્તિ છે જ. અને ચૈતાલીને અહીં જોતા દેવિકા અને સુહાનીની શંકા સાચી પડી એટલે દેવિકા અને સુહાનીને વધારે આશ્ચર્ય ન થયું. થોડીવાર પછી બધાં ઉભા થવા લાગ્યાં. સુહાની અને દેવિકાએ જોયું તો એ લોકો પોતપોતાના રસ્તે જઈ રહ્યા હતાં. સુહાની અને દેવિકા ઝડપથી ત્યાંથી નીકળી ગયા. રસ્તે ચાલતાં ચાલતાં સુહાનીએ પૂછ્યું કે "રાજન અને ચૈતાલી શું કરી રહ્યા હતાં?"દેવિકા:- "પૂજા."સુહાની:- "પૂજા કરી રહ્યા હતા એ તો મને પણ ખબર છે. પણ