પ્રિય સખી ... પ્રેમ ... તારો પત્ર મળ્યો . વાંચી આનંદ થયો . લાગણીની લીસી સપાટી પર તે બાંધેલા સ્વપ્ન મહેલ ખરેખર સુંદર છે તારા સગપણની વાત મુંબઈ જેવી મહાનગરીમાં થાય છે તે કોને ન ગમે ..પણ તે અંગેનો આખરી નિર્ણય તું મારા પર છોડે છે .લુચી ! પણ સખી ... તને મુંબઈ વિશે હું શું સલાહ આપી શકું ? સખી .. ! સવારનું ઘોંઘાટીયુ વાતાવરણ તને ગુડમોર્નિંગ કહેશે .. પણ પક્ષીના કલરવ સાથેનો સૂર્યોદય જોવા નહી મળે ... ! સોડીયમ લાઈટોથી જગમગતું મુંબઈ શહેર જોવા મળશે પણ ડુંગર વચ્ચે ડુબકી દેતો સુરજ , ને રતુબડી સંધ્યા તને જોવા નહી મળે .